Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Breaking news : નાયબ મામલતદાર અને સેવક રૂપિયા 15 હજારની લાંચ લેતા પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત એસીબી વિભાગ દ્વારા લાંચિયાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે,જોકે તેમ છતાં આ લાંચિયાઓ સુધરવાનું નામ લેતા નથી. આજરોજ અમદાવાદમાં સોલા-ચાવડીના નાયબ મામલતદાર અને તેના સેવકને રૂપિયા ૧૫ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

 

એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીના માતાનુ નામ ૭/૧૨ માં ચડાવવા સારૂ ફરીયાદીએ અરજી કરેલ જેની તપાસ આ કામના આરોપી નં.૧ કરી રહેલ હોય, કાચી નોંધ તૈયાર થયા બાદ કાચી નોંધને પ્રમાણીત કરવા સારૂ આરોપી નં.૧ એ ફરીયાદી પાસે રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં, આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન આરોપી (૧) નિર્મલસિંહ દોલતસિંહ ડાભી, વર્ગ-૩, સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) (૨) યોગેશભાઇ જશુભાઇ પટેલ, સેવક, (આઉટ સોર્સ-કરાર આધારીત) સોલા-ચાવડી, સોલા, અમદાવાદ ના બંને લાંચિયા રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.