Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જાપાનમાં ફરી એકવાર 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને ઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રીફેક્ચરનો ઉત્તરીય ભાગ હતો.

જોકે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. નવા વર્ષની શરૂઆતમાં, પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50 થી વધુ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ ચેતવણી જારી કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 જાન્યુઆરીએ ઇશિકાવા પ્રીફેક્ચર અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 ભૂકંપ અનુભવાયા હતા. આમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.