Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગમા સાર્વત્રિક વરસાદ : છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો સરેરાશ ૮૩ મી.મી.વરસાદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પાપ્ત થયેલી વિગતો અનુસાર આજે એટલે કે તા.૨૮/૭/૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન અહીં સરેરાશ ૮૩.૩૩ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.

વિગતે જોઈએ તો આ ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામા ૭૧ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૨૯૧ મી.મી.), વઘઈ તાલુકામા ૯૧ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૩૦૨ મી.મી.), અને સુબીર તાલુકામા ૮૮ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૨૩૬ મી.મી.) મળી જિલ્લામા સરેરાશ ૮૩.૩૩ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૨૭૬.૩૩ મી.મી.) વરસાદ નોંધાઈ ચુક્યો છે.દરમિયાન ગઈ કાલ સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે માર્ગો, અને કોઝ વે ઉપર પાણી ફર્યા વળ્યા હતા, તે તમામ માર્ગો ઉપરથી પાણી ઓસરતા આ માર્ગો યાતાયાત માટે ખુલ્લા થવા પામ્યા છે.