તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

છેલ્લા એક અઠવાડિયાથી કેલિફોર્નિયામાં 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ગુમ છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છેલ્લા એક અઠવાડિયાથી અમેરિકાના કેલિફોર્નિયામાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ગુમ થઇ ગઇ હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. તેને શોધી કાઢવા માટે હવે પોલીસે લોકોની મદદ માંગી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લા ઘણાં સમયથી ભારતીયો પર હુમલા, ભારતીયોના મૃત્યુ કે મિસિંગ હોવાના કેસ સામે આવી રહ્યા છે. જોકે આ કેસ નવો છે. પોલીસના જણાવ્યાનુસાર આ વિદ્યાર્થિનીનું નામ નિથિશા કંડુલા છે અને તે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ભણે છે.

આ યુનિવર્સિટી સેન બર્નાડીનોમાં આવેલી છે. છેલ્લે તે તારીખ 28 મે’ના રોજ જોવા મળી હતી અને ત્યારબાદથી તેની કોઈ ભાળ મળી નથી. છેલ્લે તે લોસ એન્જેલસમાં દેખાઈ હતી અને 30 મેથી તે ગુમ હોવાની ચર્ચા છે. આ માહિતી ખુદ સીએસયુએસબીનાં પોલીસ પ્રમુખ જ્હોન ગ્યુટરેસે આપી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કરવામાં આવી હતી. કંડુલાની ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ જણાવાઈ હતી અને તેનું વજન 72 કિલો જેટલું હોવાનું અનુમાન છે. અગાઉ એક 25 વર્ષીય ભારતીય સ્ટુડન્ટ્સ પણ આ રીતે ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તેની ઓળખ મોહમ્મદ અબ્દુલ અરફાત તરીકે થઇ હતી.