Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લોનાવાલામાં ધોધમાર પાણીનાં પ્રવાહમાં આખો પરિવાર તણાયો હોવાની ઘટના સામે આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રનાં પુણેમાં ધોધની દુર્ઘટનામાં આખો પરિવાર તણાયો હોવાની ખોફનાક ઘટના બની હતી. આ ઘટનામાં એક 36 વર્ષિય મહિલા સહિત 13 વર્ષની અને 8 વર્ષની બાળકીનું મોત થયુ છે. ડેમ પાસેની નદીમાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 9 વર્ષનો અને 4 વર્ષનો બાળક ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ ધોધમાર પાણીના પ્રવાહમાં ડુબેલો અંસારી પરિવાર આગ્રાનો હતો અને પુણેમાં રહેતા એક સંબંધીના લગ્નમા આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં આવેલા આ પરિવારે અચનાક લોનાવાલા જવાનો પ્લાન બનાવ્યો હતો. પુણેમાં લોનાવાલા એક પ્રખ્યાત પર્યટન સ્થળ હોવાથી લોનાવાલાની મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો આથી અંસારી પરિવાર સવારે લોનાવલામાં ફરવા નીકળ્યો હતો.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, સૈયદનગરના એક પરિવારના 17 સભ્યોએ પૂણેના હડપસર વિસ્તારમાં વરસાદ વચ્ચે પિકનિક માટે લોનાવાલાની પાસે એક ટુરિસ્ટ પેલેસ પર જવા માટે ખાનગી બસ ભાડે કરી હતી. જોકે ગતરોજ બપોરે 12.30 વાગ્યાના સુમારે ધોધના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં 10 લોકો તણાઇ ગયા હતા. એક છોકરીને ત્યાં હાજર લોકોએ બચાવી હતી. આ ઘટનામાં એક પરિવારનાં 10 સભ્યો વહી ગયા હતા. પાંચ લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા. પરંતુ એક મહિલા અને તેના ચાર નાના બાળકો આ પાણીમાં વહી ગયા હતા. અકસ્માત બાદ અંસારી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

અકસ્માતમાં મૃતકોની ઓળખ નૂર શાહિસ્તા અંસારી (ઉ.વ.35), અમીના આદિલ અંસારી (ઉ.વ.13), મારિયા અંસારી (ઉ.વ.7), હુમિદા અંસારી (ઉ.વ.6) અને અદનાન અંસારી (ઉ.વ.4) તરીકે થઈ છે. સભાહત અંસારી (ઉ.વ.4) અને મારિયા અકીલ અંસારી (ઉ.વ.9) હજુ પણ ગુમ છે. ચાર દિવસ પહેલા આ પરિવારમાં લગ્નનો માહોલ હતો. ખુશીના માહોલ બાદ અંસારી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૌલાના સલમાન અંસારી સૈયદનગર લેન નંબર-21માં રહે છે. તેની બાજુમાં તેના જીજા તારિક અંસારી રહે છે.

મૌલાના અંસારીના જીજા તારિક અંસારી અને ગુલઝાર અંસારીના લગ્ન 25મી જૂને સૈયદનગરમાં થયા હતા. મૌલાના અન્સારીની બે પુત્રીઓ અને ભાભી નૂર શાહિસ્તા અંસારી સહિત ઘણા લોકો લોનાવલાના ભૂશી ડેમ ગયા હતા. મઝાર અંસારીએ જણાવ્યું કે, તેની બહેન ગુલઝાર અંસારીના લગ્ન તારિક અન્સારી સાથે થયા હતા. આગ્રાથી કેટલાક સંબંધીઓ લગ્ન માટે આવ્યા હતા. જે બાદ ફરવાનો પ્લાન બનાવ્યો હતો. મહત્વનુ છે કે, વરસાદનાં માહોલમં કુદરતી વાતાવરણમાં લોકો પરિવાર સાથે ફરવા જાય છે અને આવી ઘટનાઓ વરસાદના સમયમાં જ બનતી હોય છે.