Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : બળદ ગાળા સાથે બાઈક અથડાવી દેતા ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કહેર ગામનાં પશુ દવાખાને પાસે કહેરથી બોરખડી આવતાં રસ્તા ઉપર બાઈક ચાલકે આગળ ચાલતા બળદ ગાળા સાથે બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં બોરખડી ગામનાં આમલી ફળિયામાં રહેતા રાહુલભાઈ રમેશભાઈ ચૌધરી (ઉ.વ.29)નાઓ ગત તારીખ 01/૦૩/2024નાં રોજ સાંજના સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/05/AD/6338ને પુરઝડપે અને ગફલતફરી રીતે હંકારી લાવી કહેરથી બોરખડી તરફ આવતાં રસ્તા ઉપર પશુ દવાખાના નજીક આગળ ચાલતા બળદ ગળાની પાછળ બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક રાહુલભાઈને ચહેરા ઉપર તથા ડાબી આંખની ઉપર કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જયારે શરીરે નાની મોટી ઈજા પણ પહોંચી હતી. બનાવ અંગે બાઈક ચાલકના પિતા રમેશભાઈ ચૌધરી નાંએ તારીખ ૦૩/૦૩/2024નાં રોજ વાલોડ પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી.