Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીથી બાળકનો હાથ કાપવો પડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે. જેમાં તબીબોની બેદરકારીથી બાળકનો હાથ કાપવો પડ્યો છે. સિવિલના ડોકટરની ગંભીર બેદરકારીનો આરોપ છે. તેમાં 4 વર્ષના બાળકને હાથમાં ઇન્જેક્શન મુકાયા હતા.

બાળકના હાથ પર ઇન્જેક્શન મૂકી મૂકીને ઇન્ફેક્શન થયું હોવાનો પરિવારનો આરોપ છે. જેમાં ઇન્ફેક્શન વધી જતા હાથ કાપવાનો વારો આવ્યો હતો. જમાં સ્વસ્થ હાથ સાથે આવેલા ગણેશ નામના બાળકની જિંદગી બગડી ગઈ છે. પિતા ઉપેન્દ્ર શિંગ માર્કેટમાં પાર્સલના પોટલા ઊંચકે છે. તેમજ બિહારથી રોજી રોટી માટે પરિવાર સુરત આવ્યું છે. ત્યારે જવાબદાર તબીબ-નર્સિંગ સ્ટાફ સામે પગલા લેવાશે? તથા એક બાળકનું ભવિષ્ય બરબાદ થતા તેનો જવાબદાર કોણ તેની ચર્ચા શરૂ થઇ છે.