કુકરમુંડા તાલુકામાં ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ” મેરી પંચાયત ” એપ્સમાં જે જાતિગત વસ્તી ગણતરીની સર્વે કરવામાં આવેલ છે. જેમાં કુકરમુંડા તાલુકામાં સમાવેશ ઘણી ગ્રામ પંચાયતોમાં ST જાતિની બાહુલ સંખ્યા ધરાવતી હોવા છતાં પણ જે તે સર્વે કરનાર અધિકારી દ્વારા ફક્ત SC જાતિની જ઼ વસ્તી દર્શાવેલ છે. જે માહિતી તદ્દન ખોટી હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ” મેરી પંચાયત ” એપ્સમાં ઓપલોડ દેવામાં આવી છે.
જેથી એપ્સમાં ઓપલોડ કરેલ ખોટી માહિતી રદ કરીને સાચી માહિતી ઓપલોડ કરવા તેમજ સર્વ કરનાર અને ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ” મેરી પંચાયત” એપ્સમાં ખોટી માહિતી ઓપલોડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કુકરમુંડા ખાતે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
કુકરમુંડા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એપ્સ ” મેરી પંચાયત ” હાલમાં મોબાઈલ પર આપેલ છે. જેમાં દરેક પંચાયતના ડેટા માહિતી બતાવેલ છે. ” મેરી પંચાયત ” ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એપ્સમાં જે જાતિગત એટલે કે, ST – SC – OBC – other એવુ એક ફોર્મેટ આપેલ છે. પરંતુ કુકરમુંડા તાલુકાના ઘણી પંચાયતોમાં કરેલ જાતિગત વસ્તી ગણતરીમાં ફક્ત SC ની જ઼ વસ્તી દર્શાવેલ હોવા અંગે જણાવેલ છે.
વધુમાં જણાવ્યું હતું, કે કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રામ પંચાયત, મોદલા ગ્રામ પંચાયત, રાજપુર ગ્રામ પંચાયત સહીતની ગ્રામ પંચાયતોમાં બાહુલ સંખ્યામાં જાતિની વસ્તી હોવા છતાં પણ જાતિગત વસ્તી ગણતરીમાં SC ની જ઼ વસ્તી બતાવીને ગોવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ” મેરી પંચાયત ” એપ્સમાં ઓપલોડ કરી દેવા આવેલ છે. જે ખોટી માહિતી છે. જેથી સાચી માહિતી ઓપલોડ કરવા તેમજ જે તે અધિકારીએ જાતિગત વસ્તી ગણતરીની સર્વે કરી ” મેરી પંચાયત ” એપ્સમાં ખોટી માહિતી ઓપલોડ કરેલ છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરી છે.




