અંકલેશ્વરનાં રવિ નરેન્દ્ર બલારા તેમના મિત્રો આર્ય, સંદીપ, વિક્રમ અને પત્ની પૂનમ સાથે દમણથી પરત ફરતી વખતે રાત્રે આશરે સાડા બારેક વાગ્યે રામદેવ ધાબા પર જમવા માટે આવ્યા હતા. ત્યાં રોટલો ન આવતાં રવિએ કાઉન્ટર પર જઈને પૂછપરછ કરી હતી. 
કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિએ ગુસ્સે થઈને ઓર્ડર કેન્સલ કરવાનું કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થઈ હતી. કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ આર્યનને થપ્પડ મારી હતી અને ત્યારબાદ હોટલના સ્ટાકના અન્ય ત્રણ વ્યક્તિઓ ભેગા થતા મારામારી થઈ હતી. હોટલના સંચાલક શિવલાલભાઈ, રવિ અને આર્યનને અને રવિની પત્ની પૂનમને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.




