વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘યુવા આપદા મિત્ર’ યોજના હેઠળ સ્વયંસેવકો માટે ફર્સ્ટ એઇડ અને સર્ચ-રેસ્ક્યૂ તાલીમ યોજાઈ હતી. SDRFની વાવ ટીમે પૂર, વાવાઝોડા સહિતની આપત્તિઓ દરમિયાન બચાવ કામગીરી, રેસ્ક્યૂ રાફ્ટનો ઉપયોગ તેમજ CPR અને પ્રાથમિક સારવાર અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું.
GSDMAના આયોજનમાં SPIPA, MYB, NSS અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સહયોગથી યુવાનોને આપત્તિના સમયે અસરકારક રીતે કામગીરી કરી શકે તે માટે તાલીમ આપવામાં આવી.




