Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News: બ્રાન્ડેડ નામે છેતરપિંડી: પલસાણામાં નકલી ક્લીનર અને શેમ્પુનું કારખાનું ઝડપાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકોના સ્વાસ્થ્ય અને ભરોસા સાથે રમત રમીને રાતોરાત અમીર બની જવાની લાલચ રાખતા એક લેભાગુ તત્વની પાપલીલાનો સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો છે. Latest News: બ્રાન્ડેડ નામે છેતરપિંડી: પલસાણામાં નકલી ક્લીનર અને શેમ્પુનું કારખાનું ઝડપાયુંપલસાણાના જોળવા ગામે આવેલ શિવ પેલેસ શોપિંગ સેન્ટરમાંથી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી માલ વેચીને પ્રજાને છેતરતા વિવેક દીપકભાઈ ફળદુ નામના ૩૨ વર્ષીય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

માત્ર પોતાના સ્વાર્થ ખાતર લોકોના ઘરોમાં રોજ વપરાતી ચીજવસ્તુઓમાં નકલી ખેલ ખેલનારો આ ઈસમ હિન્દુસ્તાન યુનિલિવર, રેકિટ બેન્કીસર અને ઈમામી જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના ભળતા નામે નકલી ટોઈલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પુ જાતે જ બનાવીને ધૂમ વેચતો હતો. કોઈ પણ જાતના લાયસન્સ કે બિલ વગર, માત્ર બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટીકરો લગાવીને તે ગ્રાહકોની આંખમાં ધૂળ ઝોંકતો હતો.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે દુકાનમાં દરોડો પાડીને નકલી લાઈઝોલ, હારપિક, સનસિલ્ક અને કેશ કિંગ શેમ્પુનો કુલ રૂપિયા ૧૩,૨૨,૪૩૬/- નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે.