નવી દિલ્હી: ફૂડ પ્રોડક્ટ્સ અંગે ગેરમાર્ગે દોરતા દાવા કરનારા સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે હવે કડક કાર્યવાહી થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ચેતવણી આપી છે કે, કોઈપણ ખાદ્ય ઉત્પાદનનો પ્રચાર કરતા પહેલાં તેના દાવાની સત્યતા અને વૈજ્ઞાનિક આધાર ચકાસવો જરૂરી છે.
FSSAIએ ખાસ કરીને ઈમ્યુનિટી વધારવા, પોષક તત્વોથી ભરપૂર હોવા સહિતના અતિશયોક્તિભર્યા દાવાઓથી દૂર રહેવા સૂચના આપી છે. પૂરતા વૈજ્ઞાનિક પુરાવા અને નિયમનકારી મંજૂરી વિના આવા દાવા કરનારાઓ સામે Food Safety and Standards Act, 2006 તથા સંબંધિત જાહેરાત નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
FSSAIએ ઉત્પાદકો તેમજ પ્રચારક સેલેબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સર્સને ગ્રાહકોને ગેરમાર્ગે ન દોરવા ચેતવ્યા છે. ભ્રામક ફૂડ જાહેરાત જણાય તો નાગરિકો ‘Food Safety Connect’ પ્લેટફોર્મ મારફતે ફરિયાદ કરી શકે છે.




