તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ગાઝિયાબાદ પોલીસનો મોટો પર્દાફાશ: ભારતીય સેનાની જાસૂસી કરતું ISIનું નેટવર્ક ઝડપાયું, 11ની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી/ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI સાથે જોડાયેલા એક હાઈ-પ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. પોલીસ દ્વારા આ મામલે મુખ્ય માસ્ટરમાઈન્ડ સુહૈલ મલિક અને મહિલા ઓપરેટર ઈરમ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ગેંગ દિલ્હી અને સોનીપત રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળો પર ગુપ્ત CCTV કેમેરા લગાવીને ભારતીય સૈન્યની મૂવમેન્ટ, હથિયારોની હેરફેર અને અન્ય વ્યૂહાત્મક વિગતોની લાઈવ ફીડ સીધી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને મોકલવાની યોજના ધરાવતી હતી. કેટલાક સ્થળોએ કેમેરા લગાવી પણ દેવામાં આવ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છે.

નેટવર્કનું સંચાલન સુહૈલ મલિક (ઉર્ફે રોમિયો), નૌશાદ અલી, સમીર (ઉર્ફે શૂટર) અને ઈરમ દ્વારા કરવામાં આવતું હતું.આ જાસૂસી જાળ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર અને નેપાળ સુધી ફેલાયેલી હતી.આરોપીઓ સ્નેચિંગ કરેલા અથવા સંબંધીઓના નામે મેળવેલા સિમકાર્ડનો ઉપયોગ કરતા હતા. ભારતીય નંબરના OTP વિદેશ મોકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓપરેટ થતા હતા.પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા ખાસ ટ્રેનિંગ આપીને મોબાઈલમાં વિશેષ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવવામાં આવી હતી, જેના દ્વારા GPS લોકેશન અને વીડિયો મોકલવામાં આવતા.જાસૂસીના બદલામાં આરોપીઓને રૂ.500 થી રૂ.5000 ચૂકવવામાં આવતા હતા. આ પેમેન્ટ સીધા ખાતામાં લેવાને બદલે UPI દ્વારા અન્ય આડકતરી રીતે મેળવવામાં આવતું હતું.પોલીસે જણાવ્યું કે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સૈન્ય સુરક્ષાને લગતી વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે. હાલ આ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે.