તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સોનગઢનાં કાવલા ગામે ખેતરમાં ખેડવા બાબતે મારામારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢનાં કાવલા ગામે આવેલ ખાતા નં.૨૧૩, સર્વે નંબર-૧૨૨ પૈકી જુનો બ્લોક/સર્વે નંબર-૮, નવો બ્લોક/સર્વે નંબર-૧૫ વાળી જમીનમાં ટ્રેક્ટર લઈ જમીન ખેડવા માટે આવેલ એક વૃદ્ધ મહિલા સહીત તેમના સાથીઓ સાથે ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ મથકે એક મહિલા સહીત ચાર જણા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં લીંબી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા મંજુબેન રડતીયાભાઈ ગામીત (ઉ.વ.૭૦)નાંઓ ખેતી મજુરી કરી જીવ ગુજરાન ચલાવે છે. જોકે મંજુબેન ગત તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં મોહનભાઈ નાથીયાભાઈ ગામીત, ભુલાભાઈ નાથીયાભાઈ ગામીત, વિનેશભાઈ ભૂલાભાઈ ગામીત અને રસિકભાઈ મોહનભાઈ ગામીત નાંઓની સાથે કાવલા ગામે આવેલ ખાતા નં.૨૧૩, સર્વે નંબર-૧૨૨ પૈકી જુનો બ્લોક/સર્વે નંબર-૮, નવો બ્લોક/સર્વે નંબર-૧૫ વાળી જમીનમાં ટ્રેક્ટર લઈ ખેડવા માટે ગયા હતા.

તે સમયે લલ્લુભાઇ દુકાળીયાભાઈ ગામીત અને કનુભાઈ ગામીત (બંને રહે.નિશાણા ગામ, આમજી ઉંબરી ફળિયું, સોનગઢ)નાઓએ આવીને મંજુબેન તથા તેમની સાથે આવેલને કહેવા લાગ્યા કે, ‘તમે કેમ ખેડવા આવ્યા છો??? આ જમીન અમારી છે’ તેમ કહી મંજુબેન તથા તેમના સાથે આવેલ લોકો સાથે બોલાચાલી કર્યા લાગ્યા હતા. ત્યારબાદ થોડીવારમાં ગંગાબેન જાન્યાભાઈ ગામીત અને તેમના પતિ જાન્યાભાઈ ગામીત (બંને રહે.કીકાકુઈ ગામ, સોનગઢ)નાંઓ પણ આવી આ જમીનમાં કેમ ખેડો છો??? તેમ કહી મંજુબેન તથા તેમના સાથેના લોકો સાથે બોલાચાલી કરી હતી તેમજ ગાળાગાળી કરવા લાગ્યા હતા તે સમયે કનુભાઈ ગામીતે જમીન પરથી પથ્થર ઉંચકી ભુલાભાઈ ગામીતને બેફામ રીતે છુટો મારી દેતા તેમના ડાબા ખભાના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ જતા જતા લલ્લુભાઈ ગામીત, કનુભાઈ ગામીત, ગંગાબેન અને જાન્યાભાઈ ગામીત નાંઓએ મંજુબેન તથા તેમના સાથી લોકોને કહેતા ગયા કે, ‘હવે પછી આ જમીનમાં ખેડવા આવ્યા તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકીઓ આપી હતી. બનાવ અંગે મંજબેન ગામીતનાંએ સોનગઢ પોલીસ મથકે એક મહિલા સહીત ચાર જણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.