તાજા સમાચાર
થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે | અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો | ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં | કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો | આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
થાઈલેન્ડે હવે 90થી વધુ દેશો માટેની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરશે | અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો | ઓડિશાનાં ગંજમ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માત : બસ-રીક્ષાનાં અકસ્માતમાં છ શ્રદ્વાળુઓનાં મોત નીપજયાં | કર્મચારીઓનાં ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો | આરબીઆઇએ નાણાંકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ |

Latest News : સંઘપ્રદેશ દમણ ખાતેથી એક મોટી દુર્ઘટના,હિંગળાજ તળાવમાં 4 બાળકો ડૂબ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સંઘપ્રદેશ દમણ ખાતેથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. દમણના આંટીયાવાડ વિસ્તારમાં એક કરૂણ દુર્ઘટના ઘટી હતી. હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને શોકનો માહોલ છવાયો છે.

સાંકેતિક તસ્વીર

મળતી માહિતી અનુસાર, 11 ડિસેમ્બર, 2025ના રોજ આંટીયાવાડ વિસ્તારના હિંગળાજ તળાવમાં કુલ 7 બાળકો નાહવા પડ્યા હતા. જે પૈકી 4 બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બાકીના 3 બાળકોએ તળાવની બહાર આવીને બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈને એક સ્થાનિક યુવક તાત્કાલિક તળાવમાં કૂદ્યો હતો અને તેમાંથી એક બાળકનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. બાળકને બચાવનાર સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે, “બાળકના પેટમાં પાણી ભરાઈ ગયું હતું. તેથી બહાર કાઢ્યા બાદ તેને તરત પ્રાથમિક સારવાર આપીને પેટમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને ભાન આવ્યું હતું. જો થોડું પણ મોડું થયું હોત તો તેનો જીવ જોખમમાં મૂકાઈ શકતો હતો.”

જોકે, અન્ય ત્રણ બાળકો પાણીમાં ગુમ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ રાજકીય અગ્રણીઓ સહિત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. કડકડતી ઠંડીમાં પણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી તળાવમાં શોધખોળ ચાલુ રાખી હતી. અનેક કલાકોની સઘન શોધખોળ બાદ આખરે ત્રણેય બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક સાથે ત્રણ માસૂમ બાળકોના મોતથી આંટીયાવાડ વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.