તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો છે, જેના કારણે રાજ્યમાં વહેલા ઉનાળા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૬ માર્ચ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે લોકોએ ભારે અકળામણનો સામનો કરવો પડશે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં પારો સામાન્ય કરતા ઘણો ઊંચો રહ્યો છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રહીશોને આગામી ત્રણ દિવસ સાવધ રહેવા સૂચના આપી છે. ભેજવાળી હવાના કારણે બપોરના સમયે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. જોકે, દમણ અને વેરાવળ જેવા વિસ્તારો દરિયાઈ પ્રભાવને કારણે અન્ય શહેરોની સરખામણીએ થોડા ઠંડા રહ્યા છે.અમદાવાદમાં આજે આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. સમગ્ર રાજ્ય સહિત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી ૧૧ માર્ચ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે.