તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસની કામગીરી : બોલેરોમાં દમણથી દારૂનો જથ્થો ભરી લાવનાર બે ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારી જિલ્લા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો. તે વખતે તેને બાતમી મળી હતી કે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલ કેશવાન બોલેરોમાં દમણથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્ટાફે હાઈવે રોડના ખખવાડાગામ હિંગળાજ માતાના મંદિર પાસે વોચ ગોઠવી ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા કેશવાન લખેલી બોલેરો ગાડીને અટકાવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૯૨૦ જેની કિંમત રૂ.૧૫,૫૪,૪૦૦/- મળી આવી હતી.

તેથી પોલીસે તેના ડ્રાઈવર વિરલ રમેશભાઈ પટેલ (રહે. મોટીવાંકડ, સુરા ફળિયું, દમણ) અને પાર્થ જયદીપભાઈ ચૌધરી (રહે.ઉપલું ફળિયું, નવીઘાટ ગામ, વ્યારા)ને ઝડપી પાડી ઈંગ્લિશ દારૂ અને વાન મળી રૂ.૧૫,૫૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ ગુનામાં પોલીસે ઈંગ્લિશ દારૂ ભરાવનાર ભદ્રેશ અરવિંદભાઈ પટેલ (રહે.મોટીવાંકડ દમણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે ગણદેવી પોલીસે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.