તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

દિલ્હી-NCRમાં ‘કોલ્ડ ડે’ એલર્ટ જાહેર કરાયું, ઘુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર ભારત સહિત દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે તાપમાનમાં ભારે ઘટાડો થતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત થયો છે. ઉત્તર ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસે જાણે કબ્જો કરી લીધો હોય તેમ જનજીવન અસ્ત વ્યસત થઇ ગયું છે. ઉત્તર પ્રદેશમાં પણ કોલ્ડવેવની ચેતવણી ઉચ્ચારમાં આવી છે. ત્યારે અત્યાર સુધીના અહેવાલ અનુસાર વંદે ભારત સહિત 150થી વધુ ટ્રેનો 20 કલાક કરતાં પણ વધુ સમય સુધી મોડી ચાલી રહી છે અને અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ્સ કરવાની ફરજ પડી હતી.

દિલ્હી-NCRમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ છે. દિલ્હીમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દિવસના તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતો પર હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી થોડા દિવસોમાં વધુ જોવા મળશે. આ કારણે તાપમાનમાં ઘટાડો થશે તેમજ દિલ્હીના ઘણા વિસ્તારોમાં તારીખ 5 થી 11 જાન્યુઆરી વચ્ચે શીત લહેર શક્યતા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે યલો તેમજ દિલ્હી-NCRમાં બે દિવસનું ‘કોલ્ડ ડે’ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે નવા વર્ષની શરૂઆત ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે થશે.