તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરામાં વાહન હંકારતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાં રોંગ સાઈડ અને વાહન હંકારતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા સામે શહેર ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા ચાર દિવસથી હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ સોમવારે પણ યથાવત્ રહી હતી જેમાં શહેરના ૧૦ પોઈન્ટ ઉપરથી વધુ ૧૧૩૨ વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાતા તેમની પાસેથી ૧.૦૬ લાખનો દંડ ફટકારવાની સાથે કેટલાક વાહન ચાલકોને ઈ-મેમો પણ જનરેટ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં જે સ્થળે સીસીટીવી કૅમેરા લાગેલા નથી, તેવા ૧૦ સ્થળે પણ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના સોમા તળાવ ચાર રસ્તા, એલએન્ડટી સર્કલ, ગાંધીનગર ગૃહ, સુશેન સર્કલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ગેંડા સર્કલ, ફતેગંજ સર્કલ, ચકલી સર્કલ, નટુભાઈ સર્કલ અને અક્ષરચોક સર્કલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૪૬૦૦ જેટલા વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પોલીસ હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસે તમામ સ્થળેથી વાહનચાલકો રોંગ સાઈડ આવતા અને ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાતાં તેમની પાસેથી ૧.૦૬ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમ જ અન્ય વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વધુ ૫૫૭ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાઈ જતાં એક જ દિવસમાં ૧૧૩૨ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.