Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Songadh: ફાયરીંગનાં ગુનામાં સંડોવાયેલો રાકેશ વસાવા ઘાતક હથિયારો સાથે ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢનાં વાંકવેલ ગામની સીમમાં મુખ્ય રોડ ઉપરથી એક કારમાંથી દેશી હાથ બનાવટની બંદૂક, અનીમલ લેગ ટ્રેપ, ધનુષ, બાણ અને લોખંડના ચિમટા સહીત રૂપિયા 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાંકવેલ ગામની સીમમાં મુખ્ય રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોએ રાકેશભાઈ રામુભાઈ વસાવા (રહે.સરૈયા ગામ, નિશાળ ફળિયું, તા.વ્યારા)નાને તેના કબ્જાની સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ/01/HV/6884માંથી દેશી હાથ બનાવટની બંદૂક નંગ 3 જેની કિંમત રૂપિયા 30,000/- હજાર, ધનુષ નંગ 3  જેની કિંમત રૂપિયા 150, બાણ નંગ 55 જેની કિંમત રૂપિયા 1,375, લોખંડના ચિમટા નંગ 3 જેની કિંમત રૂપિયા 1,500 તથા મોબાઈલ નંગ 2 અને ટચ પેડ (ટેબલેટ) નંગ 1 જેની કિંમત રૂપિયા 15,500 મળી કુલ રૂપિયા 7,48,525/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

જ્યારે ઝડપાયેલ રાકેશ વસાવાની વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દેશી હાથ બનાવટની બંદૂક પૂરી પાડનાર સુર્પીયો ઉર્ફે સુરપસિંગભાઈ વસાવા (રહે.પાડી ગામ, તા.સાગબારા, જિ.નર્મદા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 આ ગુનામાં એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.આપને અહીં જણાવી દઈએ છીએકે રાકેશે અગાઉ ઉકાઈ ખાતે કહેવાતી પ્રેમિકાના સાસુ પર ફાયરિંગ કર્યું હતું.