Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Tapi : સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર અકસ્માત: ૧૯ વર્ષીય યુવતીનું કરુણ મોત, વાહનચાલક ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત-ધુલિયા નેશનલ હાઈવે નંબર ૫૩ પર પાંખરી ગામની સીમમાં શુક્રવારે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોનગઢ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલી ૧૯ વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુણસદા નવાગામ ફળિયાની રહેવાસી સંગીતાબેન મેંદાભાઈ ગામીત (ઉં.વ. ૧૯) સોનગઢ ખાતે કડિયાકામની મજૂરી કરતી હતી. રોજની જેમ મજૂરી કામ પતાવીને સાંજે સાડા છ વાગ્યાની આસપાસ તે હાઈવે પર રાજ હોટેલ નજીક રિક્ષામાંથી ઉતરીને રોડ ક્રોસ કરી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન કાળ બનીને આવેલા અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતને પગલે સંગીતાબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના મામા કમલેશભાઈ રેશાભાઈ ગામીતે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.