Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Tapi : તાપીમાં ‘યુવા આપદા મિત્રો’ તાલીમનો પ્રારંભ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનએસએસ અને માય યુવા ભારત (MY Bharat)ના વિદ્યાર્થીઓ માટે તા. ૩થી ૯ જુલાઈ દરમિયાન સાત દિવસીય નિવાસી ‘યુવા આપદા મિત્રો’ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડેએ તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના કૌશલ્યો પોતાના ગામોમાં પહોંચાડવા અપીલ કરી હતી. તાલીમ દરમિયાન પૂર, ભૂકંપ, આગ, સર્પદંશ, શોધ-બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર અને CPR સહિતના વિષયો પર પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક માર્ગદર્શન આપવામાં આવશે.તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ‘યુવા આપદા મિત્ર’ તરીકે ઓળખકાર્ડ, પ્રમાણપત્ર અને રેસ્ક્યુ કીટ એનાયત કરવામાં આવશે.