તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂપિયા 1.71 લાખ કરોડની નેટ ખરીદારી કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતીય શેરમાર્કેટ માટે 2023નું વર્ષ શાનદાર રહ્યું છે. રોકાણકારોની સંપત્તિમાં 80.6 લાખ કરોડ રૂપિયાનો બમ્પર વધારો નોંધાયો છે. જોકે આ તેજીમાં સૌથી મોટો ફાળો રિટેલ રોકાણકારોનો નહિ પરંતુ બજારમાં મ્યુચ્યુઅલ ફંડ મારફતે પરોક્ષ રોકાણ કરતા રોકાણકારોનો છે. આંકડામાં જોઈએ તો વિદેશી રોકાણકારો યુદ્ધ, વૈશ્વિક રાજકીય અને અન્ય અનિશ્ચિત્તા છતા ભારત પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે અને દરેક ઘટાડે બમણી ખરીદારી કરીને બજારને નવા શિખર પર પહોંચાડયું છે. કેલેન્ડર વર્ષ 2023ના ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પર નજર કરીએ તો ભારતે 2023માં અત્યાર સુધીનો સૌથી વધુ વિદેશી પોર્ટફોલિયો ઈન્ફલો મેળવ્યો છે.

વૈશ્વિક આર્થિક-સામાજિક-સરહદી અસ્થિરતા અને મૂલ્યાંકનની ચિંતાઓ છતા ઊભરતા બજારના તમામ સાથીદારોને પાછળ છોડી દીધા હતા. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના જણાવ્યા અનુસાર 29 ડિસેમ્બર સુધીના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂપિયા 1.71 લાખ કરોડની નેટ ખરીદારી કરી હતી. આ આંકડો અગાઉના સર્વાધિક 1.70 લાખ કરોડના રેકોર્ડ કરતાં સામાન્ય જ વધુ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં બીજેપીને મોટી મેન્ડેટ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની આશા સાથે ડિસેમ્બર મહિનામાં જ આવેલ રૂપિયા 66,135 કરોડનું રોકાણ અત્યાર સુધીનું એક મહિનાનું સર્વાધિક રોકાણ સાબિત થયું છે.

આ એક વર્ષમાં નિફ્ટી 50 19 અને સેન્સેક્સ 18 ટકાથી વધુ વધ્યા છે. આ સાથે સતત આઠમા વર્ષે ભારતીય બજારે સરેરાશ તેજી સાથે ક્લોઝિંગ આપી છે. 2023નાં રૂપિયા 1.71 લાખ કરોડના વિદેશી પોર્ટફોલિયો રોકાણમાંથી રૂપિયા 46,323.81 કરોડ અથવા લગભગ 27.07 ટકા પ્રારંભિક જાહેર ભરણાં એટલે કે આઈપીઓ દ્વારા જ આવ્યા છે. આ સિવાય ભારત વિકાસશીલ બજારોમાં આ વર્ષે ભારત સૌથી વધુ એફપીઆઈ ઈન્ફલો મેળવનાર દેશ પણ રહ્યો. થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને વિયેતનામમાં એફપીઆઈ આ વર્ષે નેટ સેલર રહ્યાં હતા. એનએસડીએલના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું સૌથી વધુ નેટ રોકાણ ફાઈનાન્શિયલ સર્વિસિસ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં આવ્યું હતું, ત્યારબાદ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સ સેક્ટરમાં ઈન્ફલો નોંધાયો હતો.