Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગર્ભવતી મહિલાના અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણની ઘટનાએ ખાનગી નિદાન કેન્દ્રોમાં કરાતી સારવાર પર અનેક પ્રશ્ન ઉભા કર્યા,શું છે મામલો ? વિગતે જાણો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશમાં તબીબ જગત માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંદામાં એક ગર્ભવતી મહિલાએ પ્રેગનન્સીમાં અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કરાયું. ગર્ભશીશુને સ્થિતિ જાણવા આ પરીક્ષણ કરાયું હતું. અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવવાની પણ સલાહ આપી. પરંતુ વધુ અચરજની વાત એ છે કે જ્યારે આ મહિલાએ બીજા સ્થાન પર અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કર્યું ત્યારે બાળક જીવિત હોવાનું જાણવા મળ્યું.

ફાઇલ ફોટો

બાંદામાં ગર્ભવતી મહિલાનો આ કિસ્સો સામે આવતા તબીબ જગતમાં હડકંપ મચ્યો છે.આ ગર્ભવતી મહિલા દેહત કોતવાલી વિસ્તારના મહોખર ગામની રહેવાસી છે. આ ગામમાં સિંહ દંપતી રહે છે. જેમાં શિવ પ્રતાપ સિંહની પત્ની નિધિ સિંહ ગર્ભવતી બન્યા બાદ નિયમિત ડોક્ટરી તપાસ કરાવતા હતા. અને જયારે આ ગર્ભવતી નિધિએ ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કરાવ્યું ત્યારે રિપોર્ટમાં ગર્ભસ્થ બાળકને મૃત જાહેર કર્યું હતું. અદ્યતન ટેકનોલોજી અલ્ટ્રાસાઉન્ડ ફેલ થયું. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સિંહ દંપતીને વધુ આઘાત લાગ્યો હતો. પરંતુ સિંહ દંપતીએ એક બીજા ચાન્સ લેવા માગતા અન્ય સ્થાન પર ફરી રિપોર્ટ કરાવતા બાળક જીવિત હોવાનું જાણવા મળ્યું. જેના બાદ સિંહ દંપતીએ ફરિયાદ કરતા સમગ્ર મામલે ડીએમએ સીએમઓને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સિંહ દપંતીએ જણાવ્યું કે આ બહુ આઘાતજનક બાબત છે. કારણ કે લોકો તબીબ અને રિપોર્ટના વિશ્વાસે સારવાર કરાવતા હોય છે. આવી બેદરકારી દર્દીઓના મોતનું કારણ બની શકે છે. ગર્ભવતી મહિલાના અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણની ઘટનાએ ખાનગી નિદાન કેન્દ્રોમાં કરાતી સારવાર પર અનેક પ્રશ્ન ઉભા કર્યા છે.