તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સુરતમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો છે, ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો છે, દેરાસરમાં આરોપીએ તાળુ તોડીને ચોરી કરી હતી અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ પણ થઈ હતી, ત્યારે આ કેસમાં 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના જૈન દેરાસરમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના બની હતી અને આ ઘટનામાં આરોપી ઘણા સમયથી ફરાર હતો અડાજણ પોલીસ મથકમાં આ બાબતે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ આરોપીને શોધી રહી હતી, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરીને આરોપી રાજસ્થાન ભાગી ગયો છે, ત્યારે પોલીસે રાજસ્થાનથી આરોપી લાલરામ ગંગારામ સોહનને ઝડપી પાડયો છે, આરોપી પાસેથી મુદ્દામાલ પણ રીકવર કરવામાં આવ્યો છે. આરોપી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડી પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે આ કેસમાં ચોરી કરનાર બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલ આરોપી સામે રાજસ્થાન અને ગુજરાતમાં ચોરીના 11 ગુના નોંધાયા છે. આરોપીએ દેરાસરમાંથી મુર્તિના બે ચાંદીના ચક્ષુ, બે ચાંદીની પાંપણ તથા બે દાનપેટીમાંથી રૂપિયા 45,000ની કરી હતી ચોરી, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભુતકાળમાં જૈન દેરાસર માંદિરોમાં પથ્થરો ઘસવાની મજુરી કામ કરતો હતો જેથી જૈન દેરાસર તથા મંદિરની મુર્તિઓ ઉપર ચઢાવેલ આભુષણો તથા દાનપેટીઓના જાણકાર હતો, આરોપી સુરતમાં આવીને ચોરી કરતો અને ત્યારબાદ તેના વતન રાજસ્થાન જતો રહેતો હોવાની વાત પણ સામે આવી છે.