તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડનાં ગાંજાનાં જથ્થા સાથે એક પેસેન્જરની અટકાયત કરાઈ | જામનગરમાં RTE હેઠળ હાથ ધરાયેલ પ્રવેશ પ્રક્રિયાનાં પ્રથમ રાઉન્ડમાં 1,729 વિદ્યાર્થીઓનો પ્રવેશ | ટંકારાનાં સરાયા ગામની સીમમાં પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી પતિએ માથાનાં ભાગે ઈંટનાં ઘા મારી હત્યા કરી | એક વર્ષનાં ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર UK આવેલ હજારો ભારતીય વિદ્યાર્થીઓએ અલવિદા કહ્યું | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના | હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી |

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો : ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર દેશ સહિત રાજ્યમાં દિવસ અને રાત બંને સમયે ગરમીનો પ્રકોપ યથાવત છે. આ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારો આજથી સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ પર વાતાવરણ પલટાશે. ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજથી જ મેઘરાજા દસ્તક દઈ શકે છે. જયારે ભાવનગર જિલ્લામાં આવતીકાલે હળવા વરસાદની આગાહી છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.  દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ બંધાવા જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ દેશના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં ગરમીએ પારો તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં મે મહિનાની અત્યાર સુધીની સૌથી ગરમ રાત નોંધાઈ છે. જોકે, સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે આ આકરા તાપમાનમાંથી ટૂંક સમયમાં જ લોકોને મોટી રાહત મળશે.