સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ત્રણ આરોપીઓની એલ.સી.બી.એ પાસા હેઠળ ધરપકડ કરી વડોદરા, અમદાવાદ, રાજકોટની મધ્યસ્થ જેલમાં રવાના કર્યા હતા. જેમાં બુટલેગર જયંતી ઉર્ફે શંભુ હિમ્મર અને ફતેબહાદુર ચૌરસીયા અને પલસાણા વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા વિક્રમસિંહ ઉર્ફે વિરૂ રામસમરત સિંગ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. 
મેજીસ્ટ્રેટે આ આરોપીઓની અટકાયત વોરન્ટ ઇશ્યુ એલસીબી પીઆઈ આર.બી.ભટોળનાં માર્ગદર્શન હેઠળ સ્ટાકે બાતમીના આધારે જયંતી ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મર (હાલ રહે.રૂદ્રાક્ષ બંગ્લોઝ, તા.બારડોલી, મુળ રહે.હરીપુરા, તા.પલસાણા)ની ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં અને ફતેબહાદુર રામબહાદુર ચૌરસીયા (રહે.મેથાપ્લાઝા, તા.પલસાણા)ની ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં અને તથા વિક્રમસિંગ ઉર્ફે વિરુ રામસમરત (રહે.જોળવા ગામ, તા.પલસાણા)ની પરપકડ કરી વડોદશ મધ્યસ્થ જેલમાં મોકલી દીધા હતા.



