ઉત્તર પ્રદેશના આગ્રામાંથી ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 40 વર્ષની રૂબી શર્માએ પોતાના પતિ સુરેન્દ્ર કુમાર શર્માની હત્યા કરીને લાશને ઘરના બાથરૂમમાં દફનાવી દીધી હોવાનો આરોપ છે. તપાસ મુજબ ઘટના માર્ચથી મે 2025 દરમિયાન બની હોવાનું માનવામાં આવે છે.
આરોપ છે કે રૂબીએ પતિને ઊંઘની ગોળીઓ આપ્યા બાદ હત્યા કરી અને બાથરૂમનો ફર્શ તોડી લાશ દફનાવી ફરીથી પ્લાસ્ટર કરી દીધું. બાદમાં તેણે પરિવારને પતિ ગુમ હોવાનું જણાવ્યું હતું.પોલીસ તપાસ દરમિયાન રૂબીએ ગુનાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. આરોપીએ ફિલ્મ દૃશ્યમમાંથી પ્રેરણા લઈને લાશ છુપાવવાનો વિચાર આવ્યો હોવાનું પણ જણાવ્યું હોવાનું પોલીસનું કહેવું છે. હાલ પોલીસ મોબાઇલ કોલ ડિટેલ્સ, ગૂગલ સર્ચ હિસ્ટ્રી અને અન્ય પુરાવાના આધારે તપાસ કરી રહી છે. સાથે જ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે.




