Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બકરી ચરાવવા ગયેલ સગીરા પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓ પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા જિલ્લાનાં પુનાજ ગામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બકરી ચરાવવા ગયેલી સગીરા પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા બકરી ચરાવવા ગઇ હતી ત્યારે બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સગીરા ગર્ભવતી થતાં તેને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈ ગુપ્ત રીતે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

ડોક્ટર આરોપી યુવકોના કાકા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. ડોક્ટરે પીડિતાને ડરાવી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતા. આરોપી દ્વારા પીડિતાના પરિવારને મામલો દબાવવા માટે ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પીડિતાના પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ તથા બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સગીરાને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગર્ભપાત દાટી દેવાયેલા ભ્રૂણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ભ્રૂણના હાડકાના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસે મોકલવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઇ પંચનામા કાર્યવાહી કરી હતી.