સુરતમાં પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાનું રેકેટ ઝડપાયુ છે. જેમાં સુરતમાંથી PCBએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ડોક્યુમેન્ટ વિના ઊંચી કિંમતે સીમ કાર્ડ વેચતા હતા. જેમાં 84 સીમકાર્ડ અને 4 મોબાઇલ PCBએ જપ્ત કર્યા છે. તેમાં એક જ ગ્રાહકના નામે 2 સીમકાર્ડ એક્ટીવ કરતા હતા.
સીમકાર્ડ આપનાર રુદ્ર અને ખરીદનાર જય વોન્ટેડ છે. જેમાં સુરતમાં પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાનું રેકેટ સામે આવ્યું છે. ત્યારે PCB પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. VI કંપનીનો એજન્ટ ID વગર સીમકાર્ડ ઊંચી કિંમતે વેચતો હતો. ત્યારે 84 સીમકાર્ડ, 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 45,770 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. તેમજ સીમકાર્ડ આપનાર રુદ્ર અને ખરીદનાર જય વોન્ટેડ આરોપીઓ છે. જેમાં રીઢા ગુનેગારો ડમી સીમકાર્ડનો ઉપયોગ કરે છે. જેમાં એક જ ગ્રાહકના નામે બે સીમકાર્ડ એકટીવ કરતા હતા.
પ્રિવેશન ઓફ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે સુરત શહેરના કેટલાક વિસ્તારમાં અન્ય વ્યક્તિના નામે પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં વીઆઈ કંપનીના એજન્ટની સંડોવણી પણ બહાર આવી છે. પોલીસે બાતમીદાર દ્વારા મળેલી માહિતીને આધારે સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટીમાં હાલમાં રહેતા વિજય ગોવિંદ રાઠોડની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને જાણ થઈ હતી કે આરોપી વિજય પોતાની પાસે વીઆઈ કંપનીના અનેક પ્રી એક્ટિવેટેડ સીમકાર્ડ કોઈપણ આધાર પુરાવા વગર મિતેશ બોરીયા અને વિકાસ વાઘેલાને સપ્લાય કરે છે.
આ બાતમીના આધારે પોલીસે આ બંનેની રાંદેર અને અડાજણ બસ સ્ટોપ પાસેથી ધરપકડ કરી હતી.પોલીસ ઇન્સ્પેકટરે આ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, “પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ અગાઉ પણ ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપી વિજય રાઠોડની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જેથી તે કમિશન અને વધુ રૂપિયાની કમાવાની લાલચને લીધે આ સમગ્ર ઘટનાક્રમમાં સંડોવાયેલો હતો. આરોપી વિજય ગ્રાહકોને પોતાના મોબાઈલમાં વીઆઈ કંપનીની સ્માર્ટ કનેક્ટ નામની એપમાં જઈ આઈડી અને પાસવર્ડ મારફતે લોગીન કરતો હતો. તમામ વિગતો તે મોબાઇલના ઓનલાઈન કસ્ટમર એપમાં ભરીને સીમકાર્ડ એક્ટિવેટ કરાવતો હતો. આ મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.



