તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને લીગલ નોટિસ મોકલી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

નોટિસમાં કેન્દ્રીય મંત્રીના વકીલે કહ્યું છે કે વીડિયોના કેપ્શનને જાણી જોઈને છુપાવવામાં આવ્યુ છે. આ બદનામ કરવાનું ષડયંત્ર છે. વીડિયોને લઈ આપવામાં આવેલું શીર્ષક પણ બિલકુલ ખોટુ છે અને તથ્યાત્મક રીતે વાતોને તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે મારા અસીલનું અપમાન કરવા અને તેને નીચુ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પાર્ટીની વચ્ચે મતભેદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વૈચારીક રીતે વિરોધી રાજકીય દળના સભ્ય હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી તરફથી જાણી જોઈને ખોટી પોસ્ટ કરવામાં આવી છે. પોતાની સોશિયલ મીડિયા સાઈટ પર મારા ક્લાયન્ટ વિશે પુરી રીતે જાણ્યા બાદ જ કોઈ વીડિયો કે નિવેદનને આપવુ જોઈએ. તેથી અમે તમને કાયદાકીય નોટિસ મોકલી રહ્યા છે.

લીગલ નોટિસમાં સોશિયલ મીડિયા સાઈટથી તે નિવેદન કે વીડિયોને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે 3 દિવસની અંદર લેખિતમાં માફી માગવા કહેવામાં આવ્યુ છે. નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો તમારા તરફથી તે કામ નહીં કરવામાં આવે તો પછી અમારી પાસે દીવાની અને ફોજદારી બંને વિકલ્પ ખુલ્લા છે. કોંગ્રેસ તરફથી 1 માર્ચ 2024એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો, લગભગ 19 સેકેન્ડના વીડિયોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી કહેવામાં આવેલી વાતોને તોડીમરોડીને બતાવવામાં આવી છે. વીડિયોમાં ખેડૂત અને મજૂરને દુ:ખી બતાવવામાં આવ્યા છે, જે સીધો જ કેન્દ્ર સરકાર પર સવાલ ઉભો કરે છે.