મનિષા એસ. સુર્યવંશી/તાપી : આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર હોય જેથી તાપી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગનીભાઈ પીરૂભાઈ મુલતાની (હાલ રહે.વાલોડ પોલીસ લાઈનની બાજુમાં, તા.વાલોડ જિ.તાપી, મૂળ રહે.ઝંખવાવ ગામ, મુલતાની વાસ, તા.માંગરોળ, જિ.સુરત)નાને વ્યારાનાં મગદુમનગર દાદાજી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.




