Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બંગાળની ખાડી પર એક ગંભીર ચક્રવાતની આગાહી : ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર અસર પડવાની સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ 22 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે. એક અહેવાલમાં ભારતીય હવામાન વિભાગના હવામાન શાસ્ત્રના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાને ટાંકીને જણાવ્યું કે, લો પ્રેશર વિસ્તાર ચોમાસાને આંદમાન સાગર અને તેને અડીને આવેલા બંગાળની ખાડી પર આગળ વધવામાં મદદ કરશે.

જોકે આનાથી કેરળમાં ચોમાસાની શરૂઆત પર કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું કે આનાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર અસર પડશે.આ હવામાન પેટર્ન પછી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાય એમ નથી, કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે. તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી અત્યારે ખૂબ જ જલ્દી ગણાશે. જો કોઈ ચક્રવાત બને છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરનું અત્યારે અનુમાન લગાવી શકાય નથી, કારણ કે તે તેના માર્ગ અને તીવ્રતા પર નિર્ભર રહેશે.