Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હાલોલનાં વરસડા ગામે કુવામાં પડેલ મોરનું રેસ્ક્યુ કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હાલોલ તાલુકાનાં વરસડા ગામે રહેતા ખુમાનસિંહ નામના ઇસમના ખેતરમાં આવેલ કુવામાં રાત્રિનાં સુમારે રાષ્ટ્રીય પક્ષી મોર અકસ્માતે પડી જવાની ઘટના બનવા પામી હતી જેમાં સવારે દસ વાગ્યાનાં અરસામાં ખુમાનસિંહ પોતાના ખેતરમાં જતા ખેતરમાં આવેલા પાણી ભરેલા અંદાજે 50થી 60 ફૂટ જેટલા ઊંડા કૂવામાં મોર પડેલો જોવા મળતા અને મોર કુવામાંથી બૂમાબૂમ કરતો હોઇ તાત્કાલિક બનાવ અંગેની જાણ વરસડા ગ્રામ પંચાયતના સદસ્ય મયંકભાઈ વરિયાને કરાઈ હતી.

જેમાં મયંકભાઈ વરિયા દ્વારા બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરતા ફાયર ફાઈટરની ટીમના કર્મચારીની ટીમ તાબડતોડ વરસડા ગામે ખુમાનસિંહના ખેતરમાં આવી પહોંચી હતી અને 50થી 60 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતા પાણી ભરેલા કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરને બહાર કાઢવા માટેનું દિલધડક અને જોખમી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ દોરડાની નિસરણી અને દોરડાની મદદથી કુવાની અંદર ઉતરી દિલધડક અને જોખમી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી રવિવારે સવારે અગિયાર વાગે ભારે જહેમત બાદ ભારે સલામતી અને સાવચેતીપૂર્વક મોરને કૂવામાંથી બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં કૂવામાંથી બહાર કાઢાયેલા મોરને વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે આવેલ ધોબી કુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે વન વિભાગના હવાલે કરાયો હતો.