ઝારખંડમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં ન્હાવા પડતાં છ બાળકોના ડૂબી જતાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગઈ છે. છ બાળકોના પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઝારખંડના દેવઘર અને ગઢવા જિલ્લામાં આજે છ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યાનુસાર કે દેવઘરમાં 3 અને ગઢવા જિલ્લામાં 3 બાળકો ડૂબી ગયા હતા.
બાળકોની ઉમર આઠથી નવ વર્ષની હોવાનું કહેવાય છે. બંશીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે ડૂબી ગયા હતા. દેવધર અને ગઢવા જિલ્લામાં મૃતક બાળકોનો પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. પોલીસ આપેલી માહિતી અનુસાર, મૃતક બાળકોની ઓળખ સૂરજ ઉરાં (ઉ.વ.11), મનીષ મિંજ (ઉ.વ.13), ચંદ્રકાંત કુમાર (ઉ.વ.9), શિવમ કુમાર (ઉ.વ.9) અને દીપક કુમાર (ઉ.વ.11) તેમજ વાસુદેવ યાદવના પુત્ર દિવાકર યાદવ તરીકે થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




