Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વરસાદની અસર : વડોદરામાં એસ.ટી. અને રેલ્વેના હજારો મુસાફરો અટવાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પૂરની પરિસ્થિતિને કારણે વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર લાંબા રૂટની ટ્રેનો સમય કરતા મોડી દોડી રહી છે ત્યારે અનેક મુસાફરો અટવાઈ ગયા છે બહારગામથી વડોદરા આવનારા એસ.ટી. અને રેલ્વેના અંદાજે 10,000થી વધુ મુસાફરો અટવાઈ ગયા હતા. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ટ્રેનોને અસર પડી છે. કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે.

જેમાં તારીખ 27 ઓગસ્ટની વડોદરા-અમદાવાદ અને અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેનો સમાવેશ થાય છે. વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ટ્રેનનો મોડી આવવાને કારણે તેમજ 200 મોડી પડવાને કારણે વડોદરા શહેરથી બહારગામ જનારા અને બહારગામથી વડોદરા આવનારા એવા 10,000થી વધુ મુસાફરો અટવાઈ ગયા છે કારણ કે, રેલવે સ્ટેશન અને એસટી ડેપોની આજુબાજુમાં વરસાદી અને ભૂખી કાસના પાણી ફરી વળ્યા છે સાથે સાથે અલકાપુરી ગરનાળુ અને પ્રિય લક્ષ્મી મિલ પાસેનું ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે જેથી મુસાફરો રેલવે સ્ટેશન અને એસટી ડેપોથી બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. જ્યારે કેટલાક મુસાફરો જાનના જોખમે રસ્તા પર ભરાયેલા પાણીમાંથી ધીરે ધીરે બહાર ચાલીને પણ આવતાનજરે પડતાં હતાં.