Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : યુવતી પર કુહાડીથી હુમલો કરી લોહીલુહાણ કરનાર સામે પોલીસ ફરિયાદ કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા તાલુકાનાં કેળકુઇ ગામનાં ગોડાઉન ફળિયામાં રહેતી ૨૧ વર્ષીય દીપીકાબેન ચંદ્રકાંતભાઈ ચૌધરી ગત તારીખ ૦૩એ રોજ સવારે ૦૯ વાગ્યે પોતાના ઘરની સામે કપડાં ધોતી હતી. તે સમયે દીપીકાબેનનાં  ઘરની નજીકમાં રહેતો તુષાર ઉદેસીંગભાઈ ચૌધરી હાથમાં કુહાડી લઈ આવી દીપિકાબેનનાં માથામાં કુહાડી મારી દીધી હતી. જોકે તુષાર ચૌધરી બીજીવાર કુહાડી મારવા જતો હતો ત્યારે દીપિકાબેનએ પોતાના હાથમાં રહેલી થાપીથી કુહાડીનો માર અટકાવ્યો હતો પરંતુ કુહાડી દીપિકાબેનના હાથમાં વાગી જતા તેણી લોહીલુહાણ થઈ જતા દીપિકાબેનએ બુમાબુમ કરતા આસપાસમાંથી દોડી આવેલા પરિવારજનોએ તેને બચાવી સારવાર માટે પહોંચાડી હતી અને યુવતીને માથામાં પાંચ ટાંકા લઈ સારવાર લેવી પડી હતી. બનાવ અંગે દીપીકાબેનએ વ્યારા પોલીસ મથકે તુષારભાઈ ઉદેસીંગભાઈ ચૌધરી (રહે.કેળકુઇ ગામ, વ્યારા)નાં સામે ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.