તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

પીકઅપમાંથી રૂપિયા ૪.૫૦ લાખનાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, એક વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉમરગામ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, બોલેરો પીકઅપમાં મહારાષ્ટ્ર તરફથી દારૂનો જથ્થો ભરીને ગુજરાત તરફ લઈ જવામાં આવનાર છે. જેથી પોલીસે ભાઠી કરમબેલી કાચપાડા ફળિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ આવતા પોલીસે તેને ઊભી રખાવી તપાસ કરી હતી. આ સમયે અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જેમાં દારૂની ટીન નંગ ૩,૭૬૮ જેની કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦/- તેમજ પીકઅપની  કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ કબજે લઈ પોલીસે ટેમ્પોનાં ચાલક મનિષ ઉર્ફે બાલો મિલીન્દ અંધેર (રહે.તલાસરી સુથારપાડા, જિ.પાલઘર,મહારાષ્ટ્ર)ને પકડી પાડયો હતો. પોલીસે આરોપીની અંગઝડતી લેતા એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂપિયા ૭,૫૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ચાલકને વધુ પૂછપરછ કરતા જથ્થો ભરાવનાર આશિષ રવીન્દ્ર ચોરસીયા (રહે.તલાસરી, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.