Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માસુમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં રીનારી ગામમાં શ્રમિક પરિવારમાં આઘાતજનક ઘટના બની છે અને છ વર્ષનાં માસુમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું.

બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશનાં અલીરાજપુરના વતની અને હાલ કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા ખેડૂત શિવાભાઈ મેઘજીભાઈ રાણપરીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા વિજયસિંહ માનસિંહ ગણાવા નામના 39 વર્ષના પર પ્રાંતિય શ્રમિકના છ વર્ષના પુત્ર મેહુલ કે જે પાણીની કુંડીમાં પાણી પીવા માટે ગયો હતો. તે દરમિયાન અકસ્માતે કુંડીમાં પડી જતાં ડૂબી ગયો હતો. જેને બેશુદ્ધ અવસ્થામાં કુંડીમાંથી બહાર કાઢીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. બનાવ અંગે બાળકના પિતા વિજયસિંહ ગણાવા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.