તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ભડકોદ્રા પાટિયા પાસે ટ્રક અડફેટે બાઈક સવાર એકનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચનાં અંકલેશ્વર-વાલીયા રોડ પર ભડકોદ્રા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર બેફામ દોડતા વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે સોમવારની મોડી રાતે ભડકોદ્રા પાટિયા પાસેથી જીતાલીની સિલ્વર સિટી ખાતે રહેતો શુભમ ઠાકોર અને કોસમડી ગામની સફેદ કોલોની ખાતે રહેતો જીતુ ભરત વાઘ બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરઝડપે ઝડપે પાછળથી ધસી આવેલ ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ જીતુ વાઘનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત શુભમને ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.