Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં આકરી ગરમી અને ભારે ઉકળાટનો અનુભવ થતો રહેશે. શહેરમાં તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જેમાં માત્ર 1થી 2 ડિગ્રીની જ સામાન્ય વધઘટ જોવા મળી શકે છે. આ ગરમીના માહોલ વચ્ચે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, પરંતુ આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે આગામી ચોમાસા માટેની ભૌગોલિક સ્થિતિ અત્યંત સાનુકૂળ બની રહી છે. હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર જણાવ્યું કે, આગામી 7 દિવસો માટે, એટલે કે તારીખ 19થી 25 મે સુધીની આગાહી મુજબ, હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે.

આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. તેમછતાં કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની સ્થિતિ વિશે જાણીએ તો ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે, જેની ઝડપ 15થી 20 નોટ અને ક્યારેક 25 નોટ સુધી પહોંચવાની સંભાવના છે.

અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ઉત્તર પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા જમ્મુની આસપાસ 1.5થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે, અને તેની ઉપર 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક ટ્રફ લાઇન પણ છે જે 72 ડિગ્રી પૂર્વ અને 31 ડિગ્રી ઉત્તર પર ચાલી રહી છે. જોકે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ આગળ વધી ગયું છે અને આગામી દિવસોમાં પણ તે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બનેલી છે. જ્યારે કેરળમાં ચોમાસું પહોંચવાની તારીખ 26 મે છે, જેમાં 4 દિવસ આગળ કે પાછળ થઈ શકે છે, જો કે સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે.