Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જાપાની સંશોધકોએ 6G પ્રોટોટાઈપ ડિવાઈસ બનાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જાપાન દ્વારા તાજેતરમાં એક ક્રાંતિકારી શોધ કરવામાં આવી છે. તેણે જે સાધન બનાવ્યું છે તે ઈન્ટરનેટની દુનિયામાં આશ્ચર્ય સર્જી કાઢે તેવું છે. તેણે ડાઉનલોડિંગ અને સ્ટ્રીમિંગની સમગ્ર કામગીરીને જ પલટી નાંખી છે. જાપાની સંશોધકોએ એક 6G પ્રોટોટાઈપ ડિવાઈસ બનાવ્યું છે. નવી ટેક્નોલોજીની મદદથી વિકસાવાયેલા આ ડિવાઈસમાં 6G ચલાવવા દરમિયાન સંશોધકોને 112 Gbpsની સ્પીડ મળી હતી. હાલમાં ચાલી રહેલા ૫ય્ કરતા 20 ગણી વધારે ઝડપ મળી હતી. જોકે જાપાની સંશોધકો દ્વારા પારંપરિક ઈલેક્ટ્રિક સર્કિટની જગ્યાએ લાઈટ એટલે કે પ્રકાશનો ઉપયોગ કવરામાં આવ્યો છે. તેમાં ઓપ્ટિકલ માઈક્રોકોમ્બ નામના એક ખાસ નાનકડા ડિવાઈસના કારણે પણ ઘણો ફાયદો થયો હતો. આ ડિવાઈસ હાઈટેક લેઝર રૂલરની જેમ કામ કરે છે. તે પ્રકાશના સ્થિર અને સચોટ કિરણો ઉત્પન્ન કરે છે.

આ પ્રકાશ સ્થિર હોવાથી તેમાં ડિજિટલ નોઈસ નહીવત્ હોય છે. તેના કારણે સચોટ અને સક્ષમ ટેરાહર્ટ્ઝ સિગ્નલ મળે છે. તેના કારણે કોઈપણ ખામી વગર કે અડચણ વગર સુપરફાસ્ટ સ્પીડથી ડેટા મોકલી અને રિસિવ કરી શકાય છે. આ ટેક્નોલોજીનો મોટો ફાયદો એ જોવા મળ્યો કે, તેમાં વાઈબ્રેશનની ખાસ અસર થઈ નહીં. સામાન્ય રીતે ચીપ ટેક્નોલોજીમાં વાઈબ્રેશનને કારણે લેઝર એલાઈન્મેન્ટ બગડી જતું હોય છે. સંશોધકો દ્વારા તેમાં ઓપ્ટિકલ ફાઈબરને સીધા જ સિલિકોન નાઈટ્રેટ માઈક્રોરેઝોનરેટર ચીપ સાથે કાયમી ધોરણે જોડી દેવામાં આવ્યા હતા.

તેના કારણે સેટઅપ ખૂબ જ નાની જગ્યામાં પૂરું થઈ ગયું. લેઝર એલાઈન્મેન્ટ ખરાબ થવાનો ભય ઓછો થઈ ગયો અને ટેમ્પ્રેચર કન્ટ્રોલર લાગેલું હોવાથી બહારના વાતાવરણની અસર ટળી ગઈ. સંશોધકો દ્વારા સુપરફાસ્ટ 6G નેટવર્ક બનાવવા માટે વિવિધ ફ્રિક્વન્સીનો ઉપયોગ કવરામાં આવ્યો હતો. તેના કારણે ઘણી સમસ્યા આવી રહી હતી. બીજી તરફ સામાન્ય ઈલેક્ટ્રોનિક સર્કિટ પણ આવી વિવિધ ફ્રિક્વન્સીના ઉપયોગના કારણે ખોટકાઈ જતી હતી. જ્યારે સંશોધકોએ 350 GHz  બેન્ડ આ કામગીરી કરી તો ડેટામાં ફિેઝ નોઈસ એટલે કે ડિજિટલ નોઈસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું. તેના કારણે તે કામ કરી શકતું નહોતું. જાપાનના તોકુશિમા યુનિવર્સિટીના સંશોધકોએ સમગ્ર ઈલેક્ટ્રોનિક સર્કિટ જ કાઢી નાખી. તેમણે તેની જગ્યાએ લેસર ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો. બીજી ખાસ વાત એવી રહી છે જ્યારે સંશોધકોએ 560 GHz બેન્ડ ઉપર કામ કર્યું તો કોઈપણ અડચણ વગર તેઓ ઐતિહાસિક 112 Gbps સ્પીડ મેળવી શક્યા હતા.