Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Tapi: ૭૧ વર્ષની ઉંમરે પ્રથમવાર યોગ કરી તુષારભાઈ શાહ બન્યા પ્રેરણાસ્ત્રોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન વ્યારાના ૭૧ વર્ષીય તુષારભાઈ શાહ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જીવનમાં પ્રથમવાર યોગાભ્યાસ કરનાર તુષારભાઈએ ઉત્સાહપૂર્વક વિવિધ આસનો કરીને સાબિત કર્યું કે નવી શરૂઆત માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી.

યોગ બાદ તેમણે જણાવ્યું કે યોગથી શરીર અને મનને નવી ઊર્જા તથા શાંતિનો અનુભવ થયો. તેમણે યુવાપેઢીને જંકફૂડનો ત્યાગ કરીને ઘરનો સાદો અને પૌષ્ટિક ખોરાક અપનાવવા તેમજ નિયમિત યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો. તેમની સકારાત્મક વિચારસરણી અને ઉત્સાહે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પ્રેરણા આપી.