Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Trending News : બદ્રીનાથ ધામના દાન-ચઢાવા વિવાદે પકડ્યો વેગ, કોંગ્રેસે માગી નિષ્પક્ષ તપાસ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં દાન-ચઢાવાના સંચાલન અંગે સોશિયલ મીડિયા પર ઉઠેલા આરોપોને લઈને મામલો ગરમાયો છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવી 7 દિવસમાં અહેવાલ આપવા જણાવ્યું છે.

તપાસ દરમિયાન CCTV ફૂટેજ, કર્મચારીઓના નિવેદનો અને અન્ય પુરાવાની ચકાસણી કરવામાં આવશે. કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. BKTCએ સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.