Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Surat News : સુરતના જંગલમાં 50 ચિત્તલ છોડાયા, દીપડા-માનવ સંઘર્ષ ઘટાડવાનો પ્રયાસ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાના માંડવીના જંગલોમાં દીપડા જેવા શિકારી પ્રાણીઓને કુદરતી ખોરાક ઉપલબ્ધ રહે અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટે તે હેતુથી ગુજરાત વન વિભાગે સાસણ ગીરમાંથી લાવવામાં આવેલા 50 ચિત્તલ છોડ્યા છે. મે-જૂન દરમિયાન ત્રણ તબક્કામાં આ ચિત્તલનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું.

વન વિભાગે જણાવ્યું કે ચિત્તલ માટે 10 કાયમી પાણીના સ્ત્રોત વિકસાવવામાં આવ્યા છે તેમજ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ મોનિટરિંગ દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ પહેલ જંગલના પર્યાવરણીય સંતુલન જાળવવા અને દક્ષિણ ગુજરાતમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે.