Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Tapi News : તાપીના તમામ તાલુકામાં જમીન દફતર નિરીક્ષકની નવી કચેરી શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં જમીન સંબંધિત સેવાઓ હવે વધુ સરળ બની છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી વિકેન્દ્રીકરણના ભાગરૂપે જિલ્લાના તમામ 8 તાલુકામાં જમીન દફતર નિરીક્ષક (ILR) વર્ગ-2ની નવી કચેરીઓ કાર્યરત કરી છે.

નવી વ્યવસ્થા હેઠળ હવે નાગરિકોને જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, સ્વામિત્વ યોજના અને અન્ય જમીન રેકોર્ડ સંબંધિત સેવાઓ માટે જિલ્લા મથક સુધી જવાની જરૂર નહીં રહે. તમામ સેવાઓ હવે પોતાના તાલુકા મથકે જ એક જ કચેરીમાંથી ઉપલબ્ધ થશે.

જિલ્લા તંત્રએ ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી છે કે જમીન સંબંધિત કામગીરી માટે હવે સીધો પોતાના તાલુકાની ILR કચેરીનો સંપર્ક કરી નવી સુવિધાનો લાભ લે.