તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરે શાળા-કોલેજોમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવા, વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાની સુરક્ષાત્મક આદત વિકસાવવા અને અકસ્માત સંભવિત સ્થળોની સ્થળ મુલાકાત લઈને જરૂરી સુધારાત્મક કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, એઆરટીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




