Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સસ્તામાં એસી અપાવી શિક્ષકનો વિશ્વાસ જીત્યો, ક્રેડિટ કાર્ડ-લોન મારફતે રૂ.26.61 લાખની ઠગાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા: કારેલીબાગની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકને સસ્તામાં એસી અપાવી વિશ્વાસમાં લીધા બાદ ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનના નામે કુલ રૂ.26.61 લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકે નોંધાઈ છે.બીલ કેનાલ રોડની પરમ સોસાયટીમાં રહેતા શિક્ષક કૈલાસ ઉમેદસિંગ નેગીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મિત્ર મારફતે રિચર્ડ ક્રિશ્રનના સંપર્કમાં આવ્યા હતા. રિચર્ડે રૂ.50 હજારનું એસી રૂ.39 હજારમાં અપાવ્યા બાદ મોબાઇલ ખરીદવા માટે જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપૂરોહિતનો સંપર્ક કરાવ્યો હતો.ફરિયાદ મુજબ, જીતેન્દ્રસિંઘે વિશ્વાસમાં લીધા બાદ ક્રેડિટ કાર્ડ મારફતે રોકાણ કરવાથી પ્રતિ કાર્ડ દર મહિને રૂ.50 હજારની આવક થશે તેવી વાત કરી હતી. ત્યારબાદ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી જુદા-જુદા ખાતામાં રૂ.9.96 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉપરાંત રૂ.2.99 લાખ રોકડા લીધા હતા અને શિક્ષકના નામે પર્સનલ લોન પણ લેવામાં આવી હતી.

આ રીતે કુલ રૂ.26.61 લાખની ઠગાઈ થયાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસના પીઆઈ કે.એ. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.