Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ફ્રોડ કોલ્સથી બચવા ટ્રાઈનું નવું પગલું, હવે 1601 સિરીઝથી આવશે સર્વિસ કોલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી: ફેક અને ફ્રોડ કોલ્સ પર અંકુશ મેળવવા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ 10 ઓગસ્ટથી 1601 નંબર સિરીઝની નવી વ્યવસ્થા શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં વીજળી, સિટી ગેસ, LPG અને કુરિયર-લોજિસ્ટિક્સ જેવી સેવાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓના સેવા તથા ટ્રાન્ઝેક્શનલ કોલ્સ માટે 1601 સિરીઝનો ઉપયોગ કરવામાં આવશે.

બેંકિંગ, ફાઇનાન્સ, ઈન્સ્યોરન્સ અને સરકારી સંસ્થાઓ માટે અગાઉની જેમ 1600 સિરીઝ જ ચાલુ રહેશે. TRAIએ ટેલિકોમ કંપનીઓને નવી વ્યવસ્થા અમલમાં મૂકવા માટે 90 દિવસનો સમય આપ્યો છે.

1601 સિરીઝના નંબર યોગ્ય ચકાસણી બાદ માત્ર પાત્ર સંસ્થાઓને ફાળવવામાં આવશે. આ નંબરનો ઉપયોગ માત્ર સેવા અને ટ્રાન્ઝેક્શનલ કોલ્સ માટે જ થઈ શકશે, જ્યારે પ્રમોશનલ કે પ્રચારાત્મક કોલ્સ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. નવી વ્યવસ્થાથી સામાન્ય મોબાઇલ નંબર પરથી આવતા શંકાસ્પદ કોલ્સની સરખામણીમાં અધિકૃત સેવા કોલ્સને ઓળખવામાં લોકોને સરળતા રહેશે.