Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બારડોલી નજીક રૂ. ૧૩.૦૯ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી ટાટા હેરીયર ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડે માણેકપોર ચેક પોસ્ટ નજીક નાકાબંધી દરમિયાન ટાટા હેરીયર કારમાંથી રૂ. ૨.૯૬ લાખની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ કારચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પોલીસે કારચાલક અજયભાઈ રોહિતભાઈ ધોડી (ઉં.વ. ૩૨, રહે. સરીગામ, વલસાડ)ને ઝડપી લીધો હતો. કારમાંથી દારૂ-બિયરના કુલ ૧,૧૮૮ નંગ, ટાટા હેરીયર કાર, બે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૧૩,૦૯,૬૨૪નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂ ભરી આપનાર યોગેશભાઈ વારલી તથા વડોદરાના અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ બારડોલી ગ્રામ્ય પોલીસને સોંપી છે.